મહીસાગર જિલ્લાના સંતરામપુર મામલતદાર કચેરી ખાતે ‘તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

મહીસાગર જિલ્લાના સંતરામપુર મામલતદાર કચેરી ખાતે ‘તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કરવાનો છે.
આ કાર્યક્રમ દરમિયાન કુલ ૮ અરજીઓ રજૂ થઈ હતી, જે વિવિધ સરકારી યોજનાઓ અને વહીવટી પ્રશ્નો સંબંધિત હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અરજદારોને રૂબરૂ સાંભળીને તેમની રજૂઆતોનો સકારાત્મક અને તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં તમામ ૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આનાથી સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ ઝડપી બન્યું છે.
આ કાર્યક્રમમાં સંતરામપુર પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.



