ANAND CITY / TALUKO

આણંદ મહાનગરપાલિકાનું 1055 કરોડના પ્રથમ બજેટ જાહેર

આણંદ મહાનગરપાલિકાનું 1055 કરોડના પ્રથમ બજેટ જાહેર

તાહિર મેમણ – આણંદ – 03/03/2025 – આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના અને વહીવટદાર પ્રવીણ ચૌધરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. રૂપિયા 1055.32 કરોડના આ બજેટમાં કોઈપણ પ્રકારના કર કે દરમાં વધારો કરવામાં આવ્યો નથી.

વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત હાલમાં 200 TPD ક્ષમતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. માર્ચ 2025 સુધીમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.બજેટમાં નળ, ગટર, રસ્તા, સ્વિમિંગ પૂલ, ગાર્ડન, ફોરેસ્ટ, આઇકોનિક રોડ, લાઈટ અને પંપિંગ સ્ટેશન જેવી મૂળભૂત સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએનજી વેસ્ટ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે.

શિક્ષણ અને આઈસીડીએસ સહિતના તમામ ક્ષેત્રોને આવરી લેતું આ બજેટ લોકોની અપેક્ષાઓ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય રસ્તાઓ
•આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કુલ 14 રોડને આર.સી.સી. રોડ બનાવવામાં આવશે.
• આણંદ શહેરમાં આવેલ 100 ફૂટ રોડ ક્રિશ્ના પાર્ક ચોકડીથી મોટી ખોડિયાર મંદિર સુધીના રોડને ડામર રોડ કરવામાં આવશે.
• ટાઉનહૉલ ચોકડી થી ભાઈકાકા ચોકડી સુધીના આણંદ વિદ્યાનગર રોડ (લંબાઈ-2.5 કિ.મી.) ને આઈકોનીક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે.
• ભાલેજ બ્રીજ થી ગ્રીડ ચોકડી સુધીના રોડને ડામર રોડ બનાવી તેમાં વિવિધ પ્રકારનું બ્યુટીફીકેશનની કામગીરી કરાવી
• એલીકોન ગાર્ડન થી બાકરોલ ગેટ સુધીના (લંબાઈ-700 મીટર) રોડને તમામ સુવિધાઓથી સજ્જ આર.સી.સી.રોડ બનાવવામાં આવશે.
• શહીદચોક થી આર્કિટેક કોલેજ ચોકડી સુધીના રોડને આર.સી.સી.રોડ બનાવવામાં આવશે.
• લાંભવેલ રોડથી ડમ્પીંગ સાઈડ જવાના રસ્તાને નવીન આર.સી.સી.રોડ બનાવવામાં આવશે.
• આણંદના તમામ શહેર તથા ગામતળના રસ્તાઓને નવીન બનાવવાની કામગીરી.
તળાવો તેમજ બગીચાને લગતા કામો
• આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જળ સંગ્રહ શક્તિ વધારવા માટે 4 તળાવો ઉંડા કરવા, તળાવોના ફ્રન્ટ ડેવેલપમેન્ટ તેમજ તળાવોનું બ્યુટીફીકેશન.
• હયાત 25 બગીચા અપગ્રેડ કરવા તેમજ 5 નવા બગીચા બનાવવાનું આયોજન.
• નગરજનોની આરોગ્યલક્ષીની સુખાકારીમાં વધારો કરવા ૨ નવિન ઑક્સીજન પાર્ક બનાવવાનું આયોજન.
• 2 નવિન પાર્ટીપ્લોટ બનાવવાનું આયોજન.
• જાપાનની મિયાવાકી પદ્ધતિથી 1 નવિન ગાર્ડન બનાવવાનું આયોજન.
• ગોયા તળાવ ડેવલોપ (કાંકરીયા થીમ બેઇઝ) કરવામાં આવશે.

આણંદ શહેરના આગવી ઓળખના કામો
• સાંસ્કૃતિક વારસાને જાળવતું (આગળ ધપાવતું) એક નવિન કલ્ચર સેન્ટર બનાવવા અંગેનું આયોજન.
• નવા ટાઉનહોલ તેમજ બિઝનેસ સેન્ટરનું આયોજન.
• રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ કરવા માટેનું આયોજન.
• શહેરની સુંદરતામાં વધારો કરવા માટે લેન્ડ સ્કેપિંગ, પ્લાન્ટેશન તથા મેટલ સ્કલ્પચરથી સુશોભિત વિવિધ સર્કલો બનાવવાનું તથા હયાત સર્કલોને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.
• મહાનગરપાલિકાના દરેક ઝોન માટે ત્રણ કિલ્લોલકુંજ (ઘોડિયા ઘર) નિર્માણ કરવામાં આવશે.
• ફુડ સેફ્ટી અંતર્ગત શહેરમાં અત્યાધુનિક બે વેજીટેબલ માર્કેટ તથા એક ફૂટ માર્કેટનું નિર્માણ કરવામાં આવશે.
• મહાનગરપાલિકાની મધ્યમાં આવેલ બોરસદ ચોકડી ફ્લાયઓવર નીચે રમતગમત સંકુલ (Sports Complex) ના નિર્માણનું આયોજન કરવામાં આવશે.
• આગામી સમયમાં GUDC ગાંધીનગર તથા GUDM ગાંધીનગર દ્વારા આણંદ શહેરમાં આવેલ સરદાર બાગ પોલીસ ચોકીથી ઈન્દિરા ગાંધી સ્ટેચ્યું થઈ સ્માર્ટ બજાર સુધીના (100 ફૂટ રોડ 80 ફૂટ રોડને સેફટીની તમામ સુવિધાઓથી સજ્જ આણંદ શહેરના મોડલ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે.

યુવા રમત-ગમત, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિને લગતા કામો
• આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાર નવા યોગા સેન્ટર બનાવવા અંગેનું આયોજન.
• આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં બે ઓપન જીમ બનાવવા અંગેનું આયોજન.
• એક નવા સ્વીમિંગપુલ અને રીક્રેએશન સેન્ટર બનાવવાનું આયોજન

Back to top button
error: Content is protected !!