જાંબુઘોડાના ખાખરીયા ગામે ખનીજ વિભાગના દરોડા મા 9 વાહનો સીઝ કરાયા,કુલ 80 લાખનો રૂ.નો મુદ્દામાલ જપ્ત કરાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૮.૨૦૨૫
પ્રાપ્ત વિગતો મુજબ ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનને અટકાવવા માટે પંચમહાલ ખાન ખનીજ વિભાગ દ્વારા જાંબુઘોડા તાલુકામાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બુધવારના રોજ જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલા ખાખરીયા ગામ પાસે દરોડા પાડીને રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતા 7 ટ્રેક્ટર અને 2 ટ્રકને સીઝ કરવામાં આવ્યા છે. આ ટ્રેક્ટરો છોટાઉદેપુર જિલ્લામાથી પંચમહાલ જિલ્લામાં આવેલા સ્ટોકોમા વગર પાસ પરમીટે રેતીનું વહન કરી લાવી નાખતા હોય છે ત્યારે ખાન ખનીજ વિભાગ દ્વારા તમામ 7 ટ્રેક્ટર અને 2 ટ્રકને તાત્કાલિક સીઝ કરીને અંબિકા સ્ટોક ખાતે સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે.સીઝ કરવામાં આવેલા આ તમામ વાહનો અને ખનીજની અંદાજિત કિંમત 80 લાખ રૂ.નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો માટે એક ચેતવણીરૂપ છે. ખનીજ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.






