ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદમાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ 17 વર્ષ સુધીના યુવા ખેલાડીઓએ રસ્સાખેંચ સ્પર્ધામાં ભાગ લીધો

તાહિર મેમણ – આણંદ – 23/09/2025 – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સેવા પખવાડિયા અંતર્ગત આણંદમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદના સાંસદ મિતેષ પટેલે એસ.પી યુનિવર્સિટી ગ્રાઉન્ડ-બાકરોલ ખાતે આ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.
આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 17 વર્ષ સુધીની વયના યુવા ખેલાડીઓએ રસ્સાખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખેલાડીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલની સાથે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુવા ખેલાડીઓ અને અન્ય નેતાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.




