GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કાલોલ ખાતે પધારેલ શિક્ષણમંત્રી ની ખાસ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
તારીખ ૧૨/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત ના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર કાલોલની નવરચના ગુરુકુળ સ્કૂલ ડેરોલ સ્ટેશન રોડ ખાતે પધારતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મંત્રી રમેશભાઈ પટેલ,સંઘઠન મંત્રી જનકસિંહ રાઠોડ,જિલ્લા ઉપાધ્યક્ષ અજીતસિંહ સોલંકી તથા સમગ્ર ટીમ અને ટીચર્સ સોસાયટી કાલોલ ના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ અને મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહી શિક્ષણ મંત્રી ની શુભેચ્છા મુલાકાત કરી સ્વાગત કરેલ હતું.શિક્ષણમંત્રી ને ops બાબતે તેમજ નગરપાલિકા ની ચૂંટણીઓ બાદ એચ.ટાટ ના બદલી કેમ્પ સત્વરે ચાલુ કરવા તથા અન્ય ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાયેલ એકમ કસોટી બાબતે ખાસ રજુઆત કરતા શિક્ષણમંત્રી એ ખૂબ જ હકારાત્મક રીતે જવાબ આપી સૌને આશ્વાસન આપેલ હતું.