BANASKANTHAPALANPUR

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજનાં વિદ્યાર્થીઓ પંજાબ, શિમલા-મનાલી પ્રવાસની સફરે

4 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજનાં વિદ્યાર્થીઓ પંજાબ, શિમલા-મનાલી પ્રવાસની સફરે.એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ દ્રારા શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન પ્રવાસનું આયોજન પંજાબ, શિમલા-મનાલી ખાતે કરવામાં આવ્યુ હતું. 17-02-2025 થી 28-02-2025 સુધી શિમલા-મનાલી અને પંજાબના વિવિધ સ્થળો જેવા કે,પંજાબના અમૃતસરમાં ગોલ્ડનટેમ્પલ,જલિયાંવાલા બાગ, વાઘા બોર્ડર, તથા હિમાચલ પ્રદેશમાં આવેલ ધર્મશાળા,શિમલા-મનાલી વગેરેની મુલાકાત લીધી હતી. પ્રવાસમાં કુલ 50 વિદ્યાર્થીઓ સાથે 5 અધ્યાપકો હાજર રહ્યાં હતા. પ્રવાસનું સમગ્ર આયોજન કૉલેજના આચાર્ય શ્રી ડૉ. મનીષાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!