Rajkot: રાજકોટ જિલ્લા તથા શહેર ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
કનેસરા, રૂપાવટી તથા વાસાવડ ગામોએ વાજબી ભાવની નવી ત્રણ દુકાનો શરૂ કરવા અને અન્ય ત્રણ દુકાનો મર્જ કરવા મંજૂરી અપાઈ
Rajkot: રાજકોટ શહેર તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની નવેમ્બર માસની આજે યોજાયેલી બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ નવી દુકાનો શરૂ કરવા તથા ત્રણ દુકાનોને મર્જ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી ઓમપ્રકાશની અધ્યક્ષતામાં કલેકટર કચેરીખાતે યોજાયેલી આ બેઠકમાં જસદણ તાલુકાના કનેસરા ગામે સામાન્ય કેટેગરીમાં તૃપ્તિબેન માલકીયાને, રૂપાવટી ગામમાં સામાન્ય કેટેગરીમાં તૃપ્તિબેન મહેતાને અને વાસાવડ ગામમાં સામાન્ય કેટેગરીમાં અંકિતાબેન પરમારને નવી વાજબી ભાવની દુકાનોની ફાળવણી કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ દુકાનોને મર્જ કરવા અંગે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આશિષ ઝાપડા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દિક્ષિત પટેલ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ અને સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


