DAHODGUJARAT

આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગરબાડા રોડ દાહોદ મા શાળાનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું

તા.૨૦.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગરબાડા રોડ દાહોદ મા શાળાનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદના અગ્રણી  જયકિશનભાઇ જેઠવાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થાના મંત્રી ભરતભાઈ પંચાલ તેમજ સંસ્થાના ખજાનચી સંગીતાબેન પંચાલ તેમજ ડો. દિપ્તેજ પંચાલ, ડો. રિતલ પંચાલ, ડો.આદર્શ પંચાલ તેમજ ચિલ્ડ્રન હોમ દાહોદ અધિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા

ઉપરોક્ત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના ઈનામો તેમજ પ્રમાણપત્ર નું વિતરણ ઉપસ્થિત સર્વે મહેમાનો ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ જયકિશનભાઇ જેઠવાણી તેમજ સંસ્થાના મંત્રી ભરતભાઈ પંચાલ દ્વારા દરેક વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પોતાની આગામી બોર્ડની પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મેળવે અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી શાળાના આચાર્ય અશ્વિન પ્રજાપતિ દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું.શાળાના કર્મચારી કિંજલબેન પરમાર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ તેમજ બિજિયાભાઈ ડામોર અને આશાબેન ખપેડ પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.કાર્યક્રમના અંતે મેહમાનઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે નાસ્તા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!