
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કાંગર્યામાળ ગામ ખાતે રહેતા 24 વર્ષીય યુવકને એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને કહ્યુ હતુ કે,ગૂગલ પે નું 5 હજાર રૂપિયાનું બોનસ મળેલ છે.એમ કહી અજાણ્યા ઈસમે એક લિંક આપી અંદાજે 52 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા.ત્યારે સાયબર ફ્રોડ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.સુબીર તાલુકાના કાંગર્યામાળ ગામ ખાતે રહેતા અરવિંદભાઈ ગુલાબભાઈ પવાર (ઉ. વ.24) પર અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે,” હું ગૂગલ પે માથી બોલુ છુ તમે અરવિંદભાઈ બોલો છો ? ” ત્યારે અરવિંદભાઈ એ હા પાડેલ ત્યારે તે વ્યક્તિ એ જણાવેલ કે,” તમે ગુગલ પે વાપરો છો?” તેમ પુછતા અરવિંદભાઈ એ હા પાડેલ ત્યારે તે વ્યક્તિએ કહ્યું હતુ કે, “તમે ગુગલ પે ના લક્કી કસ્ટમર છો તમને ગુગલ પે તરફથી રૂપિયા 500પ/-નું બોનસ મળેલ છે. જે રૂપિયા તમારા ખાતામાં જમા કરવા ગુગલ પે ઉપર amazon pay ની લીંક મોકલુ છુ.જે લીંક ઓપન કરી તેમા તમારો ગુગલ પે નો પીન નંબર નાખવો.” જે બાદ અરવિંદભાઈ એ amazon pay ની લીંક ક્લીક કરી ગૂગલ પે નો પીન નંબર નાખતા ગુગલ પે મા રૂ.5000/- નુ બોનસ જમા થવાને બદલે ખાતામાંથી રૂપિયા 5000/- કપાઈ ગયેલ જેનો મેસેજ આવેલ હતો.અને તેના હજુ એક કલાક બાદ અન્ય 5000 હજાર કપાઈ ગયેલ,અને આ જ રીતે થોડી થોડી વારે તેમનામાં રૂપિયા કપાય ગયા હતા.જેના મેસેજ આવ્યા જ કરતા હતા. ત્યારે થોડા થોડા કરી કુલ રૂપિયા 52,499/- ગુગલ પે માંથી ટ્રાન્સફર કરી લઈ અજાણ્યા ઇસમ એ યુવક સાથે સાયબર ફ્રોડ કર્યો હતો.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





