MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રેલવે રિકૃમેન્ટમાં અરજી કરવા આહવાન કર્યું

MORBI:મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રેલવે રિકૃમેન્ટમાં અરજી કરવા આહવાન કર્યું

 

 

Oplus_131072

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી જિલ્લાના યુવાનોને વધુને વધુ સરકારી સર્વિસ પ્રાપ્ત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે, એ માટે તેઓ અવારનવાર વિવિધ કાર્યક્રમો કરતા રહે છે,ગર્વમેન્ટ જોબ રિકૃમેન્ટનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે તાજેતરમાં રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી લેવલની 32,438 જેટલી અલગ અલગ પોસ્ટ પરની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. જરૂરિયાત મંદ લોકો વધુમાં વધુ ફોર્મ ભરી શકે અને જાણકારી મેળવી શકે તે હેતુથી આઈટીઆઈ,દશ ધોરણ પાસ અને જેમની ઉંમર તા.01.07.2025 ના રોજ 18 વર્ષ થતી હોય એવા યુવાનો વધુમાં વધુ ગામના વી.સી.ઈ. કે સાયબર કાફેમાં Railway Recruitment Board ની સાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરે એ માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ તેમજ શિક્ષકોના તમામ સંગઠનો હોદેદારોની મિટિંગ રાખી સૂચના આપેલ છે અને મોરબી જિલ્લાના જુદા જુડા 35 થી 50 ગામમો જ્યાં લાઈબ્રેરી ખોલેલ છે ત્યાંથી આ પરીક્ષા માટેનું સાહિત્ય પણ મળી રહેશે અને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે તૈયારી માટે પેપરો પણ તૈયાર કરાવવામાં આવશે તો મોરબી જિલ્લામાંથી યુવાનો વધુ ને વધુ ફોર્મ ભરે અને યુવાનોનું રેલવેની નોકરીમાં સિલેક્શન થાય એ માટે આહવાન કર્યું છે.

Back to top button
error: Content is protected !!