
તા.૨૦.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નસીરપુર આયુષ્માન આરોગ્ય મંદીર ના કાટેજ ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ કરવામાં આવ્યો
તા.૨૦.૦૯.૨૦૨૪ ના રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફીસર ની સૂચના અન્વયે નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નસિરપુર આયુષ્માન આરોગ્ય મંદીર ના કાટેજ ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો જેમાં ૫૦ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૦૩ દર્દીઓ મળી આવ્યા હતા વધુ તપાસ અર્થે નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા સાથે સાથે આજે ત્રીજા શુક્રવારે રક્તપિત સર્વે અંગે માહીતી આપવામાં આવી હતી વાહકજન્ય રોગો વિશે લાભાર્થીઓ ને ઊંડાણપૂર્વક માહીતી આપવામા આવી હતી પોષણ માસ વિશે શું શું ખાવું તે અન્વયે સમજણ આપવામા આવી.ટીબી એચ આઇ વી સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા સદર કેમ્પ ની અંદર નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર અને સ્ટાફ હાજર રહ્યો હતો





