MORBI:મોરબીના રામકૃષ્ણનગરમાં વૃદ્ધને સળગાવીને મારી નાખવાના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

MORBI:મોરબીના રામકૃષ્ણનગરમાં વૃદ્ધને સળગાવીને મારી નાખવાના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
મોરબી જીલ્લાના રામકૃષ્ણ નગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવાના ખુનના કેસનાં તમામ આરોપીઓ (૧) શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલકીયા (૨) જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા (૩) સંદીપ રાજેશભાઈ બોડા (૪) વીમલભાઈ નથભાઈ કામલીયા (૫) અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા નાઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી નામ. બીજા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ.
મોરબી બી ડિવી. પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ કે તા. ૧૦/૦૪/૨૫ ના રોજ સાંજના ૧૯.૩૦ વાગ્યાના અરસામાં આ કામના ફરીયાદીના દીકરા સાથે આરોપી નં. ૧ તથા ૨ ને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયેલ હોય જેથી આરોપી નં. ૧ અને ૨ નાએ ફરીયાદીના ધરે આવી ફરીયાદીના દીકરા સાહેદ નવધણ ના પેટમાં મુકકા મારી મારી નાખવાની ધમકી આપી જતાં રહેલ બાદ ફરીયાદીના દીકરા સાહેદ કારુભાઈનુ મોટર સાઈકલ સ્લીપ થતાં પગમાં ઈજા થતાં સારવારમાં લઈ જતાં હતાં તે સમયે પણ આરોપી નં. ૧ અને ૨ નાએ બોલાચાલી કરી બીભત્સ ગાળો આપેલ તેમજ મરણજનારને સારવારમાં દાખલ કરેલ ત્યાં જઈ આરોપી નં. ૨ થી ૫ બધા ફરી વખત હોસ્પીટલ જઈ માથાકુટ કરી ફરીયાદીને કહેલ કે તારા ધરે જઈ જોઈ લે તેમ કહી આરોપી નં. ૨ થી ૫ નાએ એકબીજાની મદદગારીથી ફરીયાદીના ધરે જઈ ફરીયાદીના પતીને નવધણ બાબતે પુછપરછ કરતાં નવધણ ધરે હાજર નહી હોવાથી ફરીયાદીના પતીને બહાર શેરીમાં ચંપલની લારીને આગ લગાડેલ તેની પાસે ધકકો મારી દેતાં ફરીયાદીના પતી મનુભાઈ દાજી જતાં ચાલુ સારવારે મરણ જતાં તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય મોરબી બી ડીવી. પોલીસે આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી ની કલમ ૩૦૨, ૪૫૨,૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૪૩૫,૧૧૪ અન્વયે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. મોરબીના આ અંગેનો કેશ અત્રેના બીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી (૧) શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા (૨) જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા (૩) સંદીપ રાજેશભાઈ બોડા (૪) વીમલભાઈ નથુભાઈ કામલીયા (૫) અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી શ્રી વિવેકભાઈ કે. વરસડા રોકાયેલ.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.
તેમજ ફરીયાદ પક્ષ એ સદરહુ બનાવ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ પુરવાર કરવામાં પણ નિષ્ફળ ગયેલ હોય જેથી ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી વિવેકભાઈ કે. વરસડા ની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ શ્રી વિવેકભાઈ કે. વરસડા, મહાવીરસિંહ એ. જાડેજા , મહાવીરસિંહ એન. જાડેજા, જયરાજસિંહ એન. જાડેજા, જય જે. કગથરા, રાહુલ ગોલતર, રાહુલ બી.બસીયા રોકાયેલ હતા.








