બાવળાના ઢેઢાળ ગામે સુરાપુરા દાદા તથા સતીમાનો પાટોત્સવ યોજાયો હતો.

તા.01/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઢેઢાળ ગામે સમસ્ત બાવળિયા (વાળંદ) પરિવાર દ્વારા સુરાપુરા દાદા સતિમાંના સાનિધ્યમાં ઢેઢાળ ગામે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ભવ્ય ડાયરોનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં વઢવાણ લીંમ્બચ મંદિરના મહંત શ્રી ઋષિબાપુ તથા વિજય ગીરીબાપુ સહિત મહાનુભાવોની હાજરીમાં લોક ડાયરની રમઝટ બોલાવી હતી અને પાટોત્સવ નિમિત્તે ગુજરાત બાવળિયા વાળંદ પરિવાર દ્વારા ઢેઢાળ ગ્રામજનો અને પરિવાર સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત જ્ઞાતિ જનોએ ઉત્સાહભેર પ્રસાદ લઈ આ કાર્યક્રમને સફળ બનાવવા વઢવાણ બાવળિયા પરીવારની યુવા ટીમ ઉત્સાહભેર કામગીરી કરવા સંજયભાઈ, હરપાલભાઇ, જીગ્નેશભાઈ, વિજયભાઈ, દિલીપભાઈ, રાજેશભાઈ, ચંદ્રકાંતભાઈ, મનીષભાઈ, રસિકભાઈ સહિત બાવળીયા પરિવાર ભાઈઓ તથા બહેનોએ ભારે સેવા કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




