GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકાવન લાખ ના ખર્ચે નવનિર્મિત શ્રી રામજી મંદિર ના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરવામાં આવી

જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકાવન લાખ ના ખર્ચે નવનિર્મિત શ્રી રામજી મંદિર ના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરવામાં આવી

જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકાવન લાખ ના ખર્ચે ભવ્ય રામ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું અને ધામ ધૂમ પૂર્વે પ્રાણ પ્રતિસ્થા માં મોટી સંખ્યા મા સાધુ સંતો અને દાતાશ્રી ઓ જોડાયા હતા અને દરેક સાધુ સંતો અને દાતાઓ નુ સન્માન કરવામાં આવ્યું આ તકે પરબ ધામ થી કેતન દાસ બાપુ તેમજ સુખરામ બાપુ તેમજ પરમપૂજ્ય શાસ્ત્રી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી તેમજ જુનાગઢ વિવેક સ્વ રૂપ સ્વામી બગસરા તેમજ કોઠારી પ્રકાશદાસજી તેમજ મહાદેવ ગીરીબાપુ આશ્રમ જુનાગઢ તથા નામે નામે સાધુ સંતો આ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ ની આતુરતા પૂર્વ રાહ જોવાઈ રહી હતી અને છેલ્લા એક છેલ્લા એક વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ગ્રામજનોના પુરા સહયોગ અને ઉત્સાહી કમિટી ની ખૂબ જ મહેનતથી એક ખૂબ જ ભાવ્ય રામજી મંદિર નિર્માણ પામ્યું છે આ મંદિરનુ શીલા પુજન બાવીશ જાન્યુઆરી ચોવીશ મા એટલે કે શ્રી રામ-લાલા અયોધ્યામાં જ્યારે બિરાજમાન થયા હતા ત્યારે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાજુમાં આવેલ શ્રી હનુમાનજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારથી કે આજ દિવસ સુધી ગામના યુવાનો અને વડીલો એ ખૂબ જ મહેનત અને એકબીજાના સાથ સહયોગથી આ ભગીરથ કાર્ય સફળ બનાવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની છેલ્લા એક મહિનાથી કમિટી મેમ્બરો ગામના વડીલો અને યુવાનો તૈયારી કરી રહ્યા હતા આજે જ્યારે તમામ હિન્દુ સમાજના આરાધ્યા દેવ એવા રઘુકુળ શિરોમણી શ્રી રામચંદ્ર ભગવાનની ચુડા ગામ નાની પાટી શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ખૂબ જ સુંદર યજ્ઞ કુંડ અને મંદિરને સજાવવામાં આવ્યા છે અને તેમની વિધિ વિધાન અને મંત્રોચાર સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે પહેલા દિવસે સવારના આઠ વાગે થી રામજી મંદિરે થી બહેનો દ્વારા ફૂલવાડી ધામ શ્રી મહાકાળી માતાજીના મંદિરેથી જલયાત્રા કાઢવામાં આવી હતી અને રામ દરબારને યજ્ઞશાળામાં જલવાસ કરાવવામાં આવ્યો હતો જલયાત્રામાં ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા અને આખું ગામ રામમય બની ગયુ હતુ જ્યારે ભગવાન શ્રીરામ સીતા મૈયા અને ભાઈ લક્ષ્મણ સાથે ચવુદવર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા હતા તે સમયે જે અયોધ્યાને શણગારવામાં આવી હતી તેમજ ચુડા ગામની બહેનોએ યજ્ઞશાળામાં રંગબેરંગ રંગોની રંગોળીઓ બનાવી અને ભગવાનના સ્વાગત ની તૈયારીઓ કરી હતી અને બપોર પછીના સમયે ચુડા ગામના તમામ ઘરેથી આવેલ ધાનમા શ્રી રામ દરબારને રાત્રિવાસ કરાવવામાં આવ્યો હતો તેનો લહાવો ગામના તમામ લોકો અને યજમાનોએ લીધો હતો અને આ શુભ ક્ષણના સાક્ષી બન્યા હતા અને આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગામના તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન નાની પાટલી લેવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું છે અને રસોડા વિભાગ અને યજ્ઞ શાળા વિભાગના તમામ સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહથી સેવાનું કાર્ય કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવાને પાત્ર છે અને હા શુભ ઉત્સવનો લહાવો ગામની બહેનો દીકરીઓ લઈ શકે તેથી તેમને આમંત્રણ પત્રિકાઓ આપીને તેવીપણ વ્યવસ્થા કરવામાં આવી છે હજુ પછીના દિવસોમાં તમામ રામ ભક્તો અને ચુડા ગામના તમામ પરિવારો કે જેવો સુરત અમદાવાદ બરોડા, રાજકોટ કે અન્ય શહેરોમાં રહેતા હોય તે લોકો લઈ શકે તેવી રામજી મંદિર કમિટી અને આગેવાનો અપેક્ષા રાખે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!