BANASKANTHAPALANPUR

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરની “80 મી વાર્ષિક સાધારણ સભા” યોજાઈ

29 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
    તા-28 જુલાઈ 24 ના રોજ આદર્શ શૈક્ષણિક સંકુલના સ્વ. માનસિંહભાઈ પૃ.પટેલ પ્રાર્થના ભવનમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરની “80 મી વાર્ષિક સાધારણ સભા” કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કેળવણી મંડળના હોદ્દદારશ્રીઓ, સભ્યશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ તથા દાતાશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.80 મી વાર્ષિક સાધારણ સભાની શુભ શરૂઆતમાં કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ વી. ચૌધરીએ શાબ્દિક સ્વાગત-પરિચય આપી કેળવણી મંડળ દ્વારા “શિક્ષણ એ જ જીવન” થકી થયેલ પ્રેરણાદાયી કાર્યોની વિગત સાધારણ સભામાં રજૂ કરી હતી. ત્યારબાદ કેળવણી મંડળના સહમંત્રીશ્રી રામજીભાઈ ચૌધરીએ ગત સાધારણ સભાની મીટીંગ કાર્યવાહી વંચાણે લઈ, સને 2024-25 ના વર્ષનું અંદાજ પત્ર, ઠરાવો તથા હિસાબો રજૂ કર્યા હતા. જેને સાધારણ સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ વી. ચૌધરીએ આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા ગત વર્ષ દરમ્યાન થયેલ શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ-સિદ્ધિઓ તથા આદર્શ શૈક્ષણિક સંકુલમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની વિગત રજૂ કરી હતી.મંત્રીશ્રી જે.ડી.ચૌધરી દ્વારા આદર્શ વિદ્યાલયના ‘અમૃત મહોત્સવ’ અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા અમૃત મહોત્સવ થીમ આધારિત વર્ષ દરમ્યાન થયેલ પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક પ્રવૃત્તિઓની ઝલક સાધારણ સભામાં રજૂ કરવામાં આવી હતી. તથા ઉપપ્રમુખશ્રી નટુભાઈ ચૌધરીએ આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસમાં સામાજિક સમરસતાને બિરદાવી હતી.કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ “માનવ સમાજના ઉત્થાન માટે શિક્ષણએ માનવ જીવનનું અભિન્ન અંગ” એ ઉકિતને સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપી “અમૃત મહોત્સવ” અંતર્ગત આકાર પામી રહેલ નવા આયામોની વિગતે ચર્ચા કરી હતી તથા આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે તથા નવીન આકાર લઈ રહેલ પ્રગતિ ભવન તથા કુમાર અને કન્યા છાત્રાલય માટે ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓનો તથા શ્રેષ્ઠીશ્રીઓનો આભાર માની દાતાશ્રીઓને બિરદાવ્યા હતા. આ સાથે આજ દિન સુધી દાન આપી આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસમાં સહભાગી બનનાર અન્ય દાતાશ્રીઓને સાલ ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.આ સાથે મોટીવેશનલ સ્પીકર શ્રી દેવરાજભાઈ ચૌધરીએ ચૌધરીએ ‘સમાજ એટલે સમજ’ એ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી ઉપસ્થિત સૌને શિક્ષણ માટે પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરીએ આભારવિધિ કરી હતી.

Back to top button
error: Content is protected !!