આણંદ વાહક જન્ય રોગ અંતર્ગત ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયો

આણંદ વાહક જન્ય રોગ અંતર્ગત ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયો
તાહિર મેમણ – આણંદ – 18/09/2024-
જિલ્લામાં રોગચાળો ફાટી ના નીકળે તે માટે અને નગરજનોને આરોગ્યલક્ષી કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગની ૭૧૦ જેટલી ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે.
જે અન્વયે એપેડેમિક ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલ દ્વારા સઘન આયોજન હાથ ધરીને જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આોરોગ્ય કેન્દ્રોના ક્ષેત્રીય વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો સહિતની ટીમો દ્વારા વાહક જન્ય રોગ અંતર્ગત ડોર ટુ ડોર સર્વે કરીને સમગ્ર જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે ૪ લાખ ૭૮ હજાર કરતાં પણ વધુ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તદ્અનુસાર ૩૨૩ સબ સેન્ટરમાં ૭૧૦ જેટલી કુલ ટીમો દ્વારા ૪૭૮૮૪૩ જેટલા ઘરોની તપાસણી કરવામાં આવી છે.જેમાં ૫૫૬૩ ઘરોમાં પોરા મળ્યા હતા.આ ઉપરાંત ૧૩૯૧૩૮૨ જેટલા પાત્રો તપાસતા ૬૦૨૧ જેટલા પાત્રો પોરા મળ્યા હતા.જેમાં ૪૭૧૪૩ જેટલા પાત્રોમાં દવા નાંખવામાં આવી છે. તથા ૧૪૧૮૪ જેટલા પાત્રોને નાશ કરવામાં આવ્યો.આ ઉપરાંત ૧૧૯૨ જેટલા ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યા છે.૨૧ જેટલા સ્થળોમાં ગપ્પી ફિશ નાંખવામાં આવી છે.
વધુમાં ૧૫૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ શાળા/કોલેજો તથા ૯૨૩થી વધુ ધાર્મિક સ્થળો, ૨૩૧થીવધુ ઔધોગિક વિસ્તાર, ૪૭૮થી વધુ સરકારી, ૭૫૪થી વધુ ટાયર/ભંગારની દુકાનો, ૨૦૩થી વધુ પોલીસ સ્ટેશન/બસસ્ટેશન/રેલવે તથા ૧૦૨૩થી વધુ બાંધકામ સાઈટો પર સર્વે કરવામાં આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.





