GUJARATHALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે માઈભક્તોનુ ઘોડાપુર,વહેલી સવારથી દર્શન કરવા માટે ભાવિકોએ લાંબી લાઈનો લગાવી,માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૧૦.૨૦૨૪

યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રી ના પ્રથમ નોરતે માઇ ભક્તો નું મહેરામણ લાખ્ખોની સંખ્યામાં ભક્તો એ માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખો ની સંખ્યામાં આવતા હોય છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે.તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશ ના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વાજરોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોતર વધી રહ્યો છે.તેમાં પણ આજ થી શરુ થયેલી આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનાર્થે એક લાખની ઉપરાંત ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુવાર ના રોજથી શરૂ થતી નવરાત્રી પર્વ ને લઈ માઇ ભક્તો બુધવાર ની રાત્રેથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ ના ભાગ રૂપે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર પરિષદ સુધી ૭૦૦, ઉપરાંત પોલીસ કર્મી ઓ ખાડે પગે ફરજ બજાવે છે.આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦, ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.જયારે યાત્રિકો ને તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી.વિભાગ દ્વારા 50 ઉપરાંત એસટી બસો ૨૪ કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે.પ્રથમ નવરાત્રી યાત્રીકો ના ભારે ઘસારાને લઈને પરિવાર સાથે આવેલા યાત્રિકો પૈકી કેટલાક યાત્રિકો પરિવારજનોથી વિખુટા પડી ગયા હતા પોલીસે સરાહનીય કામગીરી કરી વિખુટા પડેલા તમામ લોકોને પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

મંદિર ટ્રસ્ટ માતાજીના ભક્તોને માતાજીના પાદુકા પૂજન, ગુમ્મટ પર દવાજા ચઢાવવાનું શરુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજ થી સાકાર તુલા પણ શરુ કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!