ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની હપ્તાની રકમ અન્યના ખાતામાં જમા થઇ ગઇ, 1 વર્ષ પછી પણ હજુ જમા ના થઇ રકમ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની હપ્તાની રકમ અન્યના ખાતામાં જમા થઇ ગઇ, 1 વર્ષ પછી પણ હજુ જમા ના થઇ રકમ

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબ લોકોને રહેવા માટે આવાસ (રહેઠાણ) ની સહાય આપવામા આવે છે જેમા કેટલાંક અંશે યોજના સાર્થક બને છે તો કેટલીક જગ્યાએ આ આવાસના નામે મસમોટા ભ્રષ્ટાચારની ચર્ચાઓ જામી છે

પ્રધાનમંત્રી આવાસ યોજનામા કાચા માટીના મકાનમાં રહેતાં લોકોને પાક મકાન બનાવવા માટે સરકાર દ્વારા યોજના થકી 1 લાખ 20 હજાર રૂપિયાની સહાય આપવામા આવે છે જેમા અલગ અલગ હપ્તા રૂપે અરજદાર ને ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામા આવે છે પરંતું કેટલીક વાર આ રૂપિયા અન્ય ખાતામાં જમા થઇ જતાં હોય છે અને અરજદાર ને ખબર પણ નથી પડતી ત્યારે આવીજ એક ઘટના મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની સામે આવી છે

મેઘરજ તાલુકામા હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી એક એવી ઘટના સામે આવી જેમા એક અરજદારને 30 હજારના રૂપિયાની રકમ પોતાનાં બેંક એકાઉન્ટમા નહિ પણ બીજાના એકાઉન્ટ જમા થયાની માહીતી સામે આવી છે જેમા એક વર્ષના સમય પછી પણ હજુ સુધી અરજદાર ને ન મળતા મામલો ચર્ચામાં આવ્યો છે

મેઘરજ તાલુકામા હજુ પણ પ્રધામંત્રી આવાસ યોજનાના અરજદારો પાસે હપ્તાની રકમ નાખવા માટે રકમ માંગવામાં આવે છે ત્યારે હપ્તો જમા કરવામા આવતો હોવાની ચર્ચાઓ જામી છે જેને લઇ જો આવાસના નામે મેઘરજ તાલુકામા વિજિલન્સ તપાસ કરવામા આવે તો મસમોટું કૌંભાંડ બહાર આવવાની શકયતા સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!