GUJARATHALOLPANCHMAHAL
હાલોલ- વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાલોલ ટાઉન પોલીસ મથકની મુલાકાત લીધી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧.૨૦૨૫
પોલીસ અને નાગરિક વચ્ચે સુમેળ ભર્યો સંવાદ રહે તે જરુરી છે.સામાન્ય રીતે પોલીસથી લોકો દુર રહેવાનુ પસંદ કરે છે.પણ જો આ સંવાદ શાળા કાળથી જોડાવામા આવે તો તે લાભકારી સાબિત થાય છે.હાલોલ નગરમાં આવેલ વિઠ્ઠલપૂરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકની આજે સોમવારે મુલાકાત લેવામા આવી હતી. જેમા પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન કઈ રીતે કામગીરી કરે છે.તેમજ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવાની કામગીરી કઈ રીતે કરે છે.તે સહિતની માહીતિ આપવામા આવી હતી.સાથે શશ્ત્રો પણ બતાવામામા આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને રોમાંચ અનુભવ્યો હતો.જ્યારે આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકના પીએસઆઈ એમ.એલ.ગોહિલ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.