ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. દ્વારા માલણકા મુકામે ‘સહકાર થી સમૃધ્ધિ” કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શનના હેતુ અર્થે સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ગુજરાત રાજયના સહકાર મંત્રી માન.જગદિશભાઈ વિશ્વકર્મા સાહેબ, જી.એસ.સી. બેંકના ચેરમેનશ અજયભાઈ પટેલ સાહેબ, સહકાર ખાતાના સચિવસંદિપકુમાર સાહેબ (આઈ.એ.એસ), રજીસ્ટ્રાર કે. એન. શાહ સાહેબ (આઈ.એ.એસ.) ઓનલાઈન જોડાઈ માર્ગદર્શન આપેલ હતુ. આ સેમિનારમાં બેંકના ચેરમેન માન. કિરીટભાઈ પટેલ, વાઈસ ચેરમેન મનુભાઈ ખુંટી, ખેતિ બેંકના ચેરમેન અને બેંકના ડિરેકટર માન. ડોલરભાઈ કોટેચા તેમજ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કોડીનારના ધારાસભ્ય પ્રધ્યુમનભાઈ વાજા તથા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ જુનાગઢ, જીિલ્લાના પ્રભારી સંયુક્ત રજીસ્ટ્રારશ્રી અને જીિલ્લા રજીસ્ટ્રારશ્રીઓ તેમજ સહકારી સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તેમજ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીિલ્લાની સંસ્થાઓ જેવી કે, જીિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ, જીલ્લા ખરીદ વેચાણ સંઘ, જીિલ્લા સંઘ, તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘો અને બજાર સમિતિઓ (ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ના ચેરમેન તેમજ સેક્રેટરી હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં બેંકના ચેરમેન માન.કિરીટભાઈ પટેલ એ તમામ મહેમાનોને આવકારી સ્વાગત કરેલહતુ અને ‘ સહકાર થી સમૃધ્ધિ ” કાર્યક્રમને આપણા જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીિલ્લામાં વેગવંતી બનાવી, સહકારમંત્રી માન.માનનિય અમિતભાઈ શાહ સાહેબના સંકલ્પને સાકાર કરવા જણાવેલ હતુ. સહકારમંત્રી માન.જગદિશભાઈ વિશ્વકર્મા સાહેબ તથા જી.એસ.સી. બેંકના ચેરમેન માન. અજયભાઈ પટેલ સાહેબ એ તમામ સહકારી સંસ્થાઓ તથા તેમના તમામ સભાસદોને જીિલ્લા સહકારી બેંકમાં ખાતાઓ ખોલાવી અને તેમનો તમામ નાણાંકીય વ્યવહારો જીલ્લા સહકારી બેંક દ્વારા જ થાય અને સહકારી બેંકો આર્થિક રીતે વધુ સધ્ધર થાય તેમજ આ માટે ગ્રામ્ય કક્ષાએ બેંક મિત્ર તથા માઈક્રો એ.ટી.એમ. ની સુવિધા આપીને તેના દ્વારા સહકારી પ્રવૃતિને વેગવંતી અને મજબુત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન તથા સુચના આપવામાં આવી. વધુમાં કેન્દ્ર સરકારના સહકારી પ્રવૃતિઓને દેશવ્યાપી બનાવવા અર્થે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ “PACS ” ને મજબુતિકરણ તેમજ “PACS ” બહુઆયામી બને અને દેશના છેવાડાના ગ્રામ્યસ્તરના લોકો સુધી ” CSC ” કેન્દ્ર, જન ઔષધિ કેન્દ્રો, ” PMKSK ” યોજના તેમજ આવી અન્ય જુદી જુદી ૧૭ સેવાઓ પહોંચે તે બાબતે માર્ગદર્શન આપેલ હતુ. અંતમાં આભારવિધિ બેંકના વાઈસ ચેરમેન શ્રી મનુભાઈ ખુંટીએ કરેલ હતી.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ