મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના રાઠડા બેટ ગામે વરરાજા નાવડીમાં બેસીને જાનૈયાઓ સાથે પરણવા નિકળ્યા

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર….
મહિસાગર
કડાણા તાલુકો…..
મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના રાઠડા બેટ ગામે વરરાજા નાવડી માં બેસીને જાનૈયા સાથે પરણવા નીકળ્યા..
આ દ્રશ્યો કોઈ પ્રિ-વેડિંગ શૂટિંગ નથી, પરંતુ કડાણાનાં રાઠડા બેટ ના છે..
પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલમાં કડાણા ડેમનું પાણી વધારે હોવાને કારણે રાઠડા બેટના લોકો અવર જવર કરવા માટે નાવડીનો સહારો લે છે..
આ વિસ્તારના ગામડાના લોકો માટે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પાયાની જરૂરિયાતો નથી અને તેમને અવરજવર કરવા માટે પણ અત્યાર સુધી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.રાઠડા બેટ વિસ્તારના લોકો ને અવર જવર માટે નાવડી નો એકમાત્ર સહારો લે છે..
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે,આ વિસ્તારમાં લોકો આજે પણ બાઇક ની જગ્યાએ ઘરે ઘરે બોટ વસાવે છે.. જેથી કરીને
રાઠડા બેટ ગામમાં પ્રસંગો હોય કે પછી કોઈ અન્ય સમારોહ, લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે નદી પાર કરીને જવું પડે.. ત્યારે આ નાવડિયો તેમનું ખૂબ જ મહત્વનું સાધન બની જાય છે.
બાઈટ… સ્થાનિક રહીશ….
સ્થાનિકનું કહેવું છે કે જ્યારે પણ કોઈ મહિલાને સુવા વાળ એટલે કે ડીલેવરી નો સમય આવી જાય દુખાવો પડે ત્યારે 108 કે બીજી કોઈપણ સહારો લઈ શકતા નથી જે અમારી મજબૂરી કહો કે અમારી આ વિસ્તારની નિષ્ફળતા કહો પરંતુ સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓને,
અગાઉ પુલ બાંધવા માટે ની સ્થાનિકો એ માંગ કરી હતી તેમ છતાં આજ દિન સુધી કઈ ન થતા સ્થાનિકો માં ભારે રોશની લાગણી પ્રગટેલી જોવા મળે છે.







