એન.પી.પટેલ આટૅસ કૉલેજ,પાલનપુરના NSS વિભાગ દ્વારા વડગામ તાલુકાના મગરવાડા ગામ મુકામે ખાસ શિબિરની ભવ્ય ઉજવણી
29 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટૅસ કૉલેજ, પાલનપુર દ્વારા મગરવાડા ગામ મુકામે તારીખ 21/10/2024થી 27/10/2024 દરમિયાન NSSની ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં NSSના 100 સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ ગામમાં જનજાગૃતિ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી. તારીખ 22/10/2024ને મંગળવારના રોજ સવારે NSSના સ્વયંસેવકો દ્વારા પ્રભાતભેરીથી શરૂ કરેલી આ શિબિર તારીખ 27/10/2024ને રવિવારના રોજ સાંજે માણિભદ્ર વીરદાદા મંદિરના પટાંગણમાં યતિ શ્રી વિજયસોમજી મહારાજના આશીર્વચનથી પૂર્ણ થઈ હતી. આ શિબિરમાં સાત દિવસ દરમિયાન ગામમાં મંદિર, પ્રાથમિક શાળાની આજુબાજુ, ચોરે, શેરીઓમાં સ્વચ્છતા, પ્રાથમિક શાળાના બાળકો માટે મનોરંજન પુરી પાડતી વિવિધ રમતો, ગામ લોકો માટે નામાંકિત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ, પોષણ આધારિત વિશેષ વ્યાખ્યાન, વ્યસન મુક્તિ પર પ્રતિજ્ઞા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પશુનિદાન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ, ‘જળ બચાવો, જીવન બચાવો’ વિષય અંતર્ગત પ્રચાર વગેરે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ શિબિરનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા.એકતાબેન ચૌધરી અને પ્રા.કાર્તિક મકવાણાએ કૉલેજના આચાર્યા શ્રી ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળ રીતે કર્યું હતું.