NATIONAL
યુવકની ગર્લફ્રેન્ડના અંગત વીડિયો અને ફોટો જાહેર કરવાની ધમકી આપી રૂ.૨.૫ કરોડ પડાવવાના ગુનામાં ધરપકડ
બેંગલુરુ: બેંગલુરુના ૨૨ વર્ષના યુવકની ગર્લફ્રેન્ડના અંગત વીડિયો અને ફોટો જાહેર કરવાની ધમકી આપી રૂ.૨.૫ કરોડ પડાવવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપી મોહન કુમારની ધરપકડ કરી ત્યારે જણાયું કે પીડિત મહિલા (૨૦ વર્ષ) તેની ગર્લફ્રેન્ડ હતી. જેને મોહન કુમારે બ્લેકમેલ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોહન કુમાર અને યુવતી બોર્ડિંગ સ્કૂલમા સાથે ભણ્યા હતા, પણ સ્નાતક થયા પછી તેમની વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડા વર્ષો પછી બંને ફરી સાથે આવ્યા હતા અને મુલાકાતો શરૂ કરી હતી. કુમારે યુવતીને લગ્નનું વચન આપ્યું અને પોતાની સાથે પ્રવાસે લઇ ગયો હતો. જ્યાં તેણે યુવતીની અંગત તસવીરો અને વીડિયોનું શૂટ કર્યા હતા.