જોરાવરનગર પોલીસ ટીમે ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલી 3 આરોપીને દબોચી લીધા
તા.18/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જોરાવરનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાકરથળી ગામે શુભલક્ષ્મી ટાઉનશીપમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલવાની સાથે ચોરીમા ગયેલ ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી કુલ કિ.રૂ.૪૧,૯૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર પોલીસવડા ગીરીશ પંડ્યા તથા ડીવાયએસપી, સર્કલ પીઆઇ સુરેન્દ્રનગર નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી મુદ્દામાલ રીકવર કરવા સુચના કરેલ જે અન્વયે જોરાવરનગર પોલીસ સ્ટેશન મુજબનો ગુન્હો તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ હોય જે ગુન્હો અનડીટેક્ટ હોય જેથી અમારી સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ ડી ડી ચુડાસમા, પો.હે.કો. અશોકસિંહ, અમીતભાઈ, વિજયસિંહ, મીતભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા ઘરફોડ ચોરીના ગુન્હા કામેના ચોર મુદ્દામાલની તપાસમા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે વખતે સર્વેલન્સ ટીમને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રતનપર ધાવડી માતાના મંદીર પાસેથી ત્રણ ઇસમોને જેમાં વિશ્વજીત ઉર્ફે વીકી શંકરભાઇ સાપરા રહે બાકરથળી વઢવાણ, સંજયભાઇ રમેશભાઇ કુંઢીયા રહે સુરેન્દ્રનગર ટી.બી હોસ્પિટલ પાછળ નિર્મળનગર બંસીધર પાર્ક-૧, નિખીલકુમાર સતીષભાઇ ભટ્ટ રહે સુરેન્દ્રનગર ટાગોર બાગ પાછળ ભાડીયાકુવા વાળાઓને ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી ચાંદીના છડા, લક્કી, લક્ષ્મીજીનો સિક્કો તથા સોનાના દાણા તથા રોકડ રૂપિયા તેમજ સદરહુ ચોરી કરવામા ઉપયોગ કરેલ તાળાની ચાવી તેમજ મોટરસાયકલ તેમજ મોબાઇલ ફોનના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી મજકુર તમામ ઇસમો વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
*કબ્જે કરેલ મુદ્દામાલની વિગતમાં*
(૧) રોકડા રૂ.૩,૦૦૦ (૨) એક તાળાની ચાવી (૩) ચાંદીના છડા જોડ નંગ-૨ વજન ૧૦૧.૧૯૦ ગ્રામ તથા ચાંદીની હાથમાં પહેરવાની લક્કી નંગ-૧ વજન ૪૮.૪૮૦ ગ્રામ કિ.રૂ.૧૩,૦૦૦ (૪) યાંદીનો લક્ષ્મીજીનો સિક્કો નંગ-૧ વજન ૦૪.૯૮૦ ગ્રામ સોનાના દાણા નંગ- ર વજન ૦૦.૨૯૦ મીલીગ્રામ કિ.રૂ.૯૦૦ (૫) મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૧૦,૦૦૦ (5) HF-DAWN મો.સા રજી નં.GJ 13 KK 4019 કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૧.૯૦૦ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.