Navsari Valsad: ધરમપુર મેરેજ હોલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ યોજાશે ..
વાત્સલ્યમ સમાચાર
નવસારી/વલસાડ
આદિવાસી સાહિત્યમંચ નાનાપોઢા આયોજિત ધરમપુર મેરેજ હોલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ યોજાશે :
આદિવાસી સાહિત્ય મંચ દ્વારા દર વર્ષની જેમ દીપોત્સવી નિમિત્તે ૧૧ મી નવેમ્બર-૨૦૨૪ના સોમવારના રોજ સવારે ૯-૩૦ કલાકે મેરેજ હોલ ધરમપુર ખાતે સાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે સાહિત્ય રસીકોને આમંત્રણ પાઠવેલ છે. અને હાલે આદિવાસી સાહિત્યનું સંશોધન સંપાદન નવોદિત સાહિત્યકારોમાં રસ રુચિ જાગે અને આદિવાસી સાહિત્ય પ્રત્યેના નવા સંશોધન સંપાદન કરે અને આદિવાસી સંસ્કૃતિનું જતન થતું રહે એ હેતુ સભર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ ડાહ્યાભાઈ વાઢું( આદિવાસી સાહિત્ય સંશોધક, સંપાદક, લેખક ) અતિથિ વિશેષ ડોક્ટર હેમંતભાઈ પટેલ (સાઈનાથ મલ્ટી હોસ્પિટલ ધરમપુર) મણિલાલ ભુસારા (પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી) અને વક્તાઓ પ્રાધ્યાપક ડોક્ટર ઉત્તમભાઈ પટેલ (પૂર્વ પ્રિન્સિપાલ વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર, સંપાદક સંશોધક લેખક), પ્રાધ્યાપક ડોક્ટર પદ્માકર સહારે (ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી ઔરંગાબાદ મહારાષ્ટ્ર, સંપાદક સંશોધક લેખક) અને પ્રાધ્યાપક ડોક્ટર આનંદભાઈ વસાવા (ગુજરાત વિભાગ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ લેખક, તંત્રી આદિલોક) કાર્યક્રમને શોભાવશે. કાર્યક્રમના શુભેચ્છક ડોક્ટર દિનેશભાઈ ખાંડવી (આદિવાસી સાહિત્ય સંસ્કૃતિ ચિંતક) પ્રાધ્યાપક ડોક્ટર અરવિંદભાઈ પટેલ (આદિવાસી સાહિત્ય સંશોધક સંપાદક લેખક) અને અરવિંદભાઈ પટેલ (આદિવાસી લોક વાર્તાકાર સંપાદક લેખક) કાર્યક્રમને વધુ સફળ બનાવશે. આ કાર્યક્રમના આયોજક ડો. પ્રા. જગદીશ ખાંડરા, જસવંતભાઈ ભીંસરા, રાજેશભાઇ પટેલ, મનોજભાઈ જાદવ અને ડૉ. બાબુભાઇ ચૌધરીએ આયોજન હાથ ધરી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો કર્યા છે.