ખેડૂતોની માંગણીના મુદ્દે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર સોંપ્યું.
ચણા અને રાયડાના ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે: આપ
તા.28/04/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એક લાખ દસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક અનબ્લોક કરવામાં આવે – આપ
ચણા અને રાયડાના ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે: આપ
સફેદ ડુંગળીમાં નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને પ્રતિ કિલો 10 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે: આપ
ખેડૂતોનું સ્થળાંતર અટકાવવા માટે ફળદ્રુપ જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે: આપ
ખેડૂતોના મુદ્દે અવારનવાર આમ આદમી પાર્ટી સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવતી હોય છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની સમસ્યાઓનો સમાધાન કરવામાં આવતું નથી તો આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના કિસાન સંગઠને ખેડૂતોના મુદ્દે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ ચણા અને રાયડાના ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે. હાલ સરકારે કુલ 1 લાખ 10 હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન પણ બ્લોક કરી દીધા છે જે ખૂબ જ ગંભીર બાબત છે અમારી માંગ છે કે બ્લોક થયેલા રજીસ્ટ્રેશનને અનબ્લોક કરવામાં આવે અને ચણાની ખરીદીમાં પ્રતિ ખેડૂત ઓછામાં ઓછું 200 માણ સુધીના ચણાની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ બધું વાત જણાવતા કહ્યું હતું કે ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેડૂતોએ સફેદ ડુંગળીનું મોટાપાયે વાવેતર કર્યું છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ભૂતકાળમાં પણ સરકારે આવા નુકસાનની સામે ખેડૂતોને મદદ કરી છે તો આ વખતે પણ સરકાર તાત્કાલિક ધોરણે પ્રતિ કિલો 10 રૂપિયાની સહાયની જાહેરાત કરે તેવી અમારી માંગ છે આ સિવાય અમારી માંગ છે કે જે જિલ્લાઓમાં સિંચાઈનું પાણી ન મળવાથી ફળદ્રુપ જમીન છોડીને ખેડૂતોએ સ્થળાંતર કરવું પડ્યું છે, તેવા દરેક ગામડાઓ સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે અને ખેડૂતો તથા ગામડાઓને બચાવવામાં આવે છે અમે નથી ઇચ્છતા કે ખેડૂત ખેતી છોડીને આંદોલનનો રસ્તો અપનાવે, માટે અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવામાં આવે તેવું જણાવ્યું હતું.