વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૭ ડિસેમ્બર : તારીખ : ૧૦/૧૨/૨૦૨૪ ના રોજ નખત્રાણા તાલુકાના વેરસલપર ગામે પટેલ સમાજવાડી પર અટલ ભૂજળ યોજના હેઠળ તાલીમ રાખવામાં આવેલ જેમાં 130 ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પણ ભાગ લીધો હતો ખેડૂતોને તાલીમમાં આત્મા પ્રોજેક્ટના વિપુલભાઈ ઘુમલીયા, ATM (TOT) અને અટલ ભૂજલમાંથી આવેલ હરેશભાઈ વાઘેલા (IEC EXPERT) દ્વારા અટલ ભૂજલ યોજનાની શરૂઆત, અટલ ભૂજલ યોજના હેઠળ કરવામાં આવેલ કામ ગ્રામ પંચાયત ને ફાળવામાં આવેલ સાધન અને પાણી તળ ઉંચા કઈ રીતે લાવવા, સૂક્ષ્મ પિયત પદ્ધતિ અંગેની માહિતી આપવામાં આવી હતી, ઈશ્વરભાઈ મનજીભાઈ પટેલ – રામપર રોહા તેમજ મેહુલભાઈ ભીમાણી – વેરસલપર દ્વારા પ્રાકૃતિક કૃષિની સમજ તેમજ પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની સમજ આપી અને મંદિપ પરસાનીયા, ના.બા.નિ., ભુજ તથા તનવીર અહેમદ, બાગાયત અધિકારી દ્વારા બાગાયત પાકોની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલાલાથી આવેલા વી.એચ.બારડ, બાગાયત અધિકારી, COE, Mango, TALALA એ આંબાની સંપૂર્ણ ખેતી પદ્ધતિ વિશે માહિતી આપેલી તેમજ ગામના સરપંચ શ્રી રવિલાલભાઈ સૌની આભાર વિધિ કરેલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવા આહવાન કર્યું હતું હતું. ખેડૂતોને સાહિત્ય વિતરણ તેમજ અલ્પાહાર કરાવી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.