DASADAGUJARATSURENDRANAGARWADHAWAN

વરસાદથી ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ, મેટલવર્કની યુદ્ધના ધોરણે ચાલતી મરામત કામગીરી

જિલ્લાના માર્ગ-મકાન હસ્તકના ૬૮ રસ્તાઓમાંથી ૫૪ રસ્તાઓ, સ્ટેટ હસ્તકના ૨૩ રસ્તાઓ પૈકી ૨૦ રસ્તાઓની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

તા.02/09/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લાના માર્ગ-મકાન હસ્તકના ૬૮ રસ્તાઓમાંથી ૫૪ રસ્તાઓ, સ્ટેટ હસ્તકના ૨૩ રસ્તાઓ પૈકી ૨૦ રસ્તાઓની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાના તાલુકા, શહેર અને ગામોને જોડતા માર્ગ-મકાન (પંચાયત) અને માર્ગ-મકાન (સ્ટેટ) હસ્તકના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું હતુ ખરાબ રસ્તાઓના કારણે નાગરિકોને મુશ્કેલી ના પડે તે માટે વરસાદે વિરામ લેતાની સાથે જ જિલ્લા કલેકટર કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ નાના મોટા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત જેમાં રિપેરીંગ, રી-સરફેસીંગ, મેટલવર્ક કરવા સહિતની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના ૬૮ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જે પૈકી ૫૪ જેટલા રસ્તાઓ જરૂરી મરામત કામગીરી ત્વરિત હાથ ધરી પૂર્વવત કરાયા છે ૧૪ જેટલા રસ્તાઓ પણ વહેલીતકે કાર્યાન્વિત થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવી જ રીતે ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના ૨૩ જેટલા રસ્તાઓ બંધ હતા જે પૈકી ૨૦ રસ્તાઓના રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી પૂર્ણ કરીને આ રસ્તાઓને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે હવે માત્ર લખતર તાવી શિયાણી રોડ, ગવાણા પાનવા રોડ અને વઢવાણ વાઘેલા વસ્તડી ચુડા રોડ પાણીની સપાટી વધુ હોવાના કારણે બંધ છે પાણીનું લેવલ ઘટતા તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે આમ, જિલ્લામાં બાકી રહેલા રસ્તાઓ ઉપરથી જેમ-જેમ પાણી ઓસરી રહયું છે તેમ-તેમ માર્ગ-મકાનની ટીમ અને મશીનરી દ્વારા ખરાબ થયેલ રસ્તાઓનું સમારકામ પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!