વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી (પ.પૂ.છોટે મોરારીબાપુ કુંઢેલીવાળા ભાવનગર) ના સાનિધ્યમાં ન્યુઝીલેન્ડ ના વેલિંગ્ટન ખાતે શ્રી રામકથાનો ભવ્ય આરંભ તા.5મી માર્ચના રોજ કરવામાં આવ્યો હતો.જેની પોથીયાત્રા કથાના યજમાન રિશીભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી નીકળી કથા સ્થળે પહોંચી હતી.કથાના પ્રારંભે સનાતન ધર્મ સેવા સમિતિના સદસ્યો રિશીભાઈ પટેલ,નરેન્દ્રભાઈ ચૌહાણ,જિગરભાઈ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઇ સોલંકી તેમજ ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ,નગીનભાઈ પટેલ સહિતના આગેવાનોએ સહયોગ આપ્યો હતો.વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવતા જણાવ્યું કે સનાતન ધર્મ કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખનારો નથી,સત્સંગ સમાજની એકતા માટે શાંતિ માટે અને યુવાનોને માર્ગદર્શન મળે એ માટે સત્સંગની જરૂરિયાત હોય છે.દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પૂ.છોટે મોરારીબાપુએ કથાનું રસપાન કરાવ્યું છે.અને ધર્મના પ્રચાર માટે ન્યુઝીલેન્ડ પ્રવાસે જતા તેમને મોટી સંખ્યામાં ભક્તોએ શુભકામના પાઠવી હતી.