જામનગરના કલા સાધકો ફરીથી ઝળક્યા

થિયેટર પીપલ ગ્રુપે ફરી એક વખત રાજ્ય કક્ષાએ જામનગરનું નામ રોશન કર્યું
જામનગર (ભરત ભોગાયતા)
થિયેટર પીપલ જામનગર નું એકાંકી નાટક “વેશ અમારો વ્યથા તમારી” રાજ્ય કક્ષાએ યુવક મહોત્સવ માં પ્રથમ નંબરે વિજેતા બન્યું છે
આ નાટક મુંબઈ ના શ્રી દિલીપ રાવલ ની કલમે લખાયેલ તથા રોહિત હરીયાણી દ્વારા દિગ્દર્શિત કરાયું હતું
થિયેટર પીપલ ગ્રુપ ગુજરાતની એક માત્ર સંસ્થા છે કે જેમને કુલ ૧૪ વખત રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે.
શ્રી વિરલ રાચ્છ શ્રી જય વિઠલાણી સહિતના સૌ કલા ઉપાસકોના એવા નામ છે જેમને રોમે રોમ માં કલાને જાગતી જ રાખી છે અને નાટકમાં પાત્રને હુબહુ ન્યાય આપતા અભિનય બેજોડ હોય છે તેમજ થીયેટર પીપલમાં જોડાતા નવયુવાન દીકરા દીકરીઓ પણ નાટ્ય કલાને સમર્પિત હોય છે માટે જ રાજ્ય કક્ષાએ વિજેતા થાય છે થીયેટર પીપલ જામનગર એ ખ્યાતિ માટે સીમાડા વટાવ્યા છે અને તેના દરેક સભ્યો દરેક કલાકારો પ્રેક્ટીસ કરે રીહર્સલ કરે ત્યારે પણ સ્ટેજ ઉપર ભજવાતા નાટક સમકક્ષ ઓતપ્રોત થઇ જાય છે
______________
regards
bharat g.bhogayata
journalist(gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(guj.ayu.uni.)
jamnagar
8758659878





