GUJARATMAHISAGARSANTRAMPUR

શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવીન રૂટ બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે અંદાજિત ૦૪.૧૫ કરોડના ખર્ચે બનેલ નવીન એસ. ટી. ડેપો વર્કશોપનો લોકાર્પણ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર હસ્તે કરાયું
***

અમીન કોઠારી
મહીસાગર…

શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવીન રૂટ બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
**

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે અંદાજિત ૦૪.૧૫ કરોડના ખર્ચે બનેલ નવીન એસ. ટી. ડેપો વર્કશોપનો લોકાર્પણ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે રીબીન કાપી કરવામાં આવી.

શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, છેવાડાના ગામો સુધી પણ આધુનિક બસ સેવા અને ઉત્તમ રસ્તાઓનું નિર્માણ કરીને મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, ₹૪.૧૫ કરોડના ખર્ચે બનેલા આ નવા આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા વર્કશોપમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં એડમિન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વોશ એરિયા અને વેઈટિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે ખાતરી આપી કે નગરના વિકાસ માટે જે પણ કડીઓ ખૂટતી હશે તેને પૂર્ણ કરીને સર્વાંગી વિકાસ કરવામાં આવશે.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરીને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમના નેતૃત્વમાં, ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે

આ પ્રસંગે દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પરિવહનમાં કોઈ પણ અગવડ ન પડે તે માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બસો ઉપલબ્ધ કરાવી છે અને આવનારા સમયમાં કડાણા ખાતે પણ ડેપોનું નિર્માણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવીન રૂટ સંતરામપુર થી શામળાજી નવીન બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ, નગરપાલિકા પ્રમુખશ્રી, ગોધરા વિભાગીય નિયામકશ્રી, મામલતદારશ્રી, ડેપો મેનેજર શ્રી સહિત એસ ટી વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!