અકસ્માતો અટકાવવા બોરુ ટર્નિંગમાં નવો ડિવાઇડર બનાવવા માટે સાંસદ અને પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું

તારીખ ૨૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના બોરું ટર્નિંગ પાસે વારંવાર અકસ્માત સર્જાય છે,આવા અકસ્માતો વારંવાર ન સર્જાય અને નાગરિકોની સલામતી જળવાય તે અભિગમ સાથે બોરું ટર્નિંગ પાસે રોડ ક્રોસિંગ અથવા સર્કલ કરવા તેમજ રોડ પરના દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટરને પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત કરી હતી જેના ભાગરૂપે જીલ્લા કલેક્ટર અને પોલીસ વડા ની સૂચના મુજબ આજે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર નિરીલ મોદી તથા અન્ય મામલતદાર નગરપાલિકા ઈજનેર અને અન્ય અધિકારીઓ પાલિકાના કાઉન્સિલરો જાગૃત નાગરીકો ની હાજરીમાં બોરુ ટર્નિગ વિસ્તારમાં આવ્યા હતા અને ટોલ કંપની ના અધિકારી ને જરૂરી સુચનાઓ આપી પંદર દિવસ મા આ સમસ્યાનો ઉકેલ લાવવા હાલનો ડિવાઇડર બંધ કરી નવો ડિવાઇડર નાખવા માટે ખાતરી આપી હતી સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યાં હાલમાં જે ડિવાઈડર આપેલ છે તે ડીવાઇડર ને કારણે લોકો રોંગ સાઈડ ઉપર વાહનો લઈને આવતા હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે જેથી આ જગ્યાએ નવો ડિવાઈડર મૂકવા સર્કલ બનાવવા માટે યોગ્ય રીતે ક્રોસિંગ મૂકવા માટેની વિચારણા કરી અને આગામી દિવસોમાં તેનું નક્કર આયોજન કરવા માટે ખાતરી આપી.







