GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી સત્યમ્ વિધાલય મોરબી દ્વારા નંદ ઉત્સવ ઉજવાયો…

MORBI મોરબી સત્યમ્ વિધાલય મોરબી દ્વારા નંદ ઉત્સવ ઉજવાયો…
સત્યમ્ વિધાલય મોરબી દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે “નંદ ઉત્સવ”નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લેહાઉસ, L.K.G, બાલવાટીકા અને ધો. 1 થી 8 ના તમામ બાળકો સુંદર મજાના શ્રીકૃષ્ણ અને રાધાના વસ્ત્ર પરિધાનમાં સજ્જ થયા હતા, કાનુડો જન જન હૃદયમાં વસેલો હોય, આબાલ વૃદ્ધ સૌ માટે કાનુડો ગમતું પાત્ર હોય બાળકોએ કાનુડાનો શણગાર સર્જાયો હતો. તમામ બાળકો અને શિક્ષકોએ મનમૂકીને રાસે રમ્યા હતા. મટકી ફોડનો કાર્યક્રમ કરી નંદ ઉત્સવની જાજરમાન ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સત્યમ્ વિધાલયના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ ખુબ જ ભારે જહેમત ઉઠાવી હતી…






