GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વીસીપરામાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના વીસીપરામાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબીના વીસીપરામા વિજયનગર મેઇન રોડ પર વિજયનગરના નાકા પાસે સિ.એન.જી રીક્ષામાંથી વિદેશી દારૂની -૯૦ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરામા વિજયનગર મેઇન રોડ પર વિજયનગરના નાકા પાસેથી આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૦૩-એ. એક્સ- ૯૨૮૧ વાળીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૦ કિં રૂ. ૫૭૬૯૦ તથા રીક્ષા કિં રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિં રૂ. ૮૨,૬૯૦ ના મુદ્દામાલ સાથે આરોપી જાવેદભાઈ ઉમરભાઈ જેડા (ઉ.વ.૨૦) રહે. કૂલીનગર -૦૨ ગફુરબસ્તીમા વીસીપરા મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સાજીદ કાદરભાઈ લાધાણી નામનો શખ્સ સ્થળ પરથી નાસી છુટતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!