BANASKANTHAGUJARAT

થરા ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ/સંયોજકનું સ્વાગત કરાયું..

થરા ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ/સંયોજકનું સ્વાગત કરાયું..

થરા ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ/સંયોજકનું સ્વાગત કરાયું..

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલ પ્રજાપતિ,સંયોજક વીરચંદભાઈ પ્રજાપતિ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા બનાસ ટેરીન સેન્ટર ખાતે પધારતા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,કનુભાઈ પ્રજાપતિએ પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અનિલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉદારતાથી ગાંધીનગરના શેરથા-અડાલજ પાસે ૭૫ વર્ષની આઝાદી પછી સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને ૧૮ હજાર વાર જમીન સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા (પ્રજાપતિ)ના સહકાર થી જમીન મળેલ છે જે જમીનની કિંમત આશરે પંચાવન કરોડ જેટલી થાય છે.પરંતુ સરકારે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને ફક્ત નવ કરોડ રૂપિયામાં આપેલ છે. નવ કરોડ રૂપિયા સરકારશ્રીમાં એક મહિનામાં ભરવાના હતાં.જે રકમ આપણે ભરી શક્યા નથી. સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ૮ ટકા વ્યાજ સાથે સદર રકમ ભરવાની મુદતમાં સરકાર દ્વારા એક વર્ષ માટે વધારો કરી આપવામાં આવેલ છે.આ સંસ્થાને સમાજના આર્થિક સહયોગની ખૂબ જ જરૂરીયાત છે.સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને ઉદાર હાથે દાન આપી-અપાવી સમાજ ની આવનારી પેઢીના ઉજજવળ ભવિષ્યના નિર્માણ માટે ચોક્કસ મદદરૂપ માટે આશા અને અપેક્ષા સાથે છે.અનિલભાઈની વાત સાંભળી કનુભાઈ પ્રજાપતિ, શંકરભાઈ પ્રજાપતિ,અણદાભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ પ્રજાપતિ શિક્ષકએ યથા યોગ્ય અનુદાન દ્વારા સંસ્થામાં સહભાગી થતા તાળીઓના ગડગડાટ થી વાતારણ ગુંજી ઉઠ્યું હતું. સંયોજક વીરચંદભાઈ પ્રજાપતિ એ દરેકનો આભાર માન્યો હતો. ત્યારે થરા શહેર ભાજપ ઉપ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ પ્રજાપતિ (જય ભગવાન), હરિભાઈ પ્રજાપતિ, વિમલભાઈ પ્રજાપતિ સહીત પ્રજાપતિ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!