કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
રજીસ્ટ્રેશન માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૧/૧૨/૨૦૨૪ છે.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, મહેસાણા દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૨૧/૧૨/૨૦૨૪ છે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરુ થતી કુલ ૧૪ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું), , અને સીધી જિલ્લા કક્ષએથી શરુ થતી ૦૯ કૃતિ જેમાં કાવ્યલેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલબેન્ડ, ઓરગન, કથ્થક અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં સિતાર, ગીટાર, વાંસળી, વાયોલીન, કુચીપુડી, ઓડીસી, મોહીની અટ્ટમ, અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં પખાવજ, મૃદગમ, રાવણ હથ્થો, જોડિયાપાવા, સરોદ, સારંગી, ભવાઈ, , વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે.
જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. (૧) મહેસાણા તાલુકાના સ્પર્ધક કલાકારોએ વર્ધમાન વિદ્યાલય, મહેસાણા ખાતે રમેશભાઇ ચૌધરી, (મો.નં.૯૮૨૫૨૯૮૦૩૨) (૨) ઉંઝા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી નીલકંઠ વિદ્યાલય, મકતુપુર ખાતે મહેશભાઇ પટેલ (મો.નં.૯૭૨૭૦૮૫૦૭૧) (૩) વિસનગર તાલુકાના સ્પર્ધક કલાકારોએ ના.મ.નૂતન સર્વ વિદ્યાલય, વિસનગર ખાતે પ્રવિણભાઇ પટેલ (મો.નં.૯૮૨૫૯૫૭૦૩૮) (૪) વડનગર તાલુકાના સ્પર્ધક કલાકારોએ નવીન સર્વ વિદ્યાલય, વડનગર ખાતે લાલજીભાઈ ચૌધરી (મો.નં.૯૯૭૯૯૨૭૩૭૧) (૫) ખેરાલુ તાલુકાના સ્પર્ધક કલાકારોએ મ્યુનિસિપલ હાઇસ્કૂલ, ખેરાલુ ખાતે અભેરાજભાઇ ચૌધરી (મો.નં.૯૪૨૮૬૬૨૧૨૧) (૬) સતલાસણા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી યુ.કે.કોઠારી વિદ્યામંદિર, કોઠાસણા ખાતે અવનિશભાઇ પ્રજાપતિ (મો.નં.૭૬૦૦૫૦૭૫૨૨) (૭) કડી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી પી.એમ.જી ઠાકર આદર્શ વિદ્યાલય, કડી ખાતે તુષારભાઇ સ્વામી (મો.નં.૯૮૨૫૬૨૮૪૯૯) (૮) વિજાપુર તાલુકાના સ્પર્ધક કલાકારોએ પટેલ આર.કે.હાઇસ્કૂલ, રણાસણ ખાતે પંકજભાઇ પટેલ (મો.નં.૯૪૨૭૦૩૧૯૩૨) (૯) જોટાણા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી રામ સર્વ વિદ્યાલય, જોટાણા ખાતે યોગેશભાઇ પટેલ (મો.નં.૯૪૨૮૦૮૯૪૯૫) (૧૦) બેચરાજી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી સાર્વજનિક વિદ્યામંદિર, મોટપ ખાતે જયંતીભાઇ પટેલ (મો.નં.૯૯૦૯૧૭૯૨૯૭) ને જમાં કરાવવાના રહેશે.
આમ કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો જે તે તાલુકાનાં કન્વીનરશ્રી પાસેથી તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.૧/૩ જો માળ, બહુમાળી ભવન, રાજમહેલ રોડ, મહેસાણાથી મેળવી આ કચેરીએ મોકલવાના રહેશે.



