GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટા નગરમાં ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની ઉપસ્થિતિમાં ‘હર ઘર તિરંગા: હર ઘર સ્વચ્છતા’ યાત્રા યોજાઈ

તા.૧૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

હાથમાં તિરંગો લઈને નીકળેલા છાત્રોએ દેશભક્તિનો માહોલ સર્જી દીધોઃ રેલી સાથે અપાયો સ્વચ્છતાનો સંદેશ

Rajkot, Upleta: રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ‘હર ઘર તિંરગાઃ હર ઘર સ્વચ્છતા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં, પાલિકાનો સ્ટાફ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાથમાં નાના તિરંગા લઈને રેલી સ્વરૂપે નીકળેલા છાત્રોએ દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો. આ રેલી સાથે ‘હર ઘર સ્વચ્છતા’નો સંદેશો પણ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!