BANASKANTHAGUJARAT

ભારતીય કિસાન સંઘ ઓગડ તાલુકા દ્વારા નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાનને લઈ કિસાન સંઘ બ.કાં.જિલ્લા પ્રમુખ ભગુભાઈ પટેલ કાટેડીયા,તાલુકા મંત્રી જીવણભાઈ પટેલ, વાલાભાઈ પ્રજાપતિ રાજપુર,

ભારતીય કિસાન સંઘ ઓગડ તાલુકા દ્વારા નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાનને લઈ કિસાન સંઘ બ.કાં.જિલ્લા પ્રમુખ ભગુભાઈ પટેલ કાટેડીયા,તાલુકા મંત્રી જીવણભાઈ પટેલ, વાલાભાઈ પ્રજાપતિ રાજપુર, સુરૂભા રાજપુર,બાબરભાઈ, વાઘાભાઈ સહીત ઓગડ તાલુકાના ખેડૂતો દ્વારા ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નાયબ મામલતદાર શાંતિભાઈ દવે ને આજરોજ તા. ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ આવેદન પત્ર આપ્યું. જેમાં જણાવ્યું હતું કે ચાલુ સાલે ચોમાસામાં પુષ્કળ વરસાદ પડવાથી ચોમાસું પાક કપાસ, જુવાર,બાજરી,મગફળી, કઠોળ વગેરેમાં નુકસાન થોડું ઘણું થયું હતું અને પછી જે પાક તૈયાર લેવા ઉપર હતો ત્યારે જેખેડૂતોના મોઢામાં આવેલ કોળીઓ કુદરતે છીનવી લીધો અને તૈયાર પાક મગફળી,કપાસ, જુવાર વગેરે નો સંપૂર્ણ નાશ થયો છે જેથી ખેડૂતો ની દયાજનક પરિસ્થિતિ થઈ છે. તો આ વર્ષે ખેડૂતોનો મોલ ૧૦૦ ટકા નિષ્ફળ થયેલ છે તો સરકાર શ્રી ખેડૂતો દેવાના ડુંગરોમાં દટાઈ ન જાય તે પહેલા નક્કર પગલા લઈ ખેડૂતોના વારે આવે.જો આ વખતે ખેડૂતોને ઉગારવામાં નઈ આવે તો ખેડૂતો ને આત્મઘાત કરવાનો વારો છે તો યોગ્ય પેકેજ જાહેર કરે.જો યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોને રોડ ઉપર આવવું પડશે અને જે પરિસ્થિતી નું નિર્માણ થસે તેની સરકારશ્રીની જવાબદારી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!