
વિજાપુરમાં સફાઈ કામદારોની હડતાળથી ગંદકીનું સામ્રાજ્ય, નગરજનો આરોગ્યના જોખમમાં
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા છેલ્લા અઠવાડિયા થી સમગ્ર શહેર વિસ્તારમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાળ ઉપર ઉતરી જતા શહેરમાં ચોતરફ ગંદકી ફેલાઈ છે. ખાસ કરીને મકરાણી દરવાજા નજીક સફાઈ કામદાર મહિલા સુપરવાઈઝર સાથે થયેલી માથાકૂટ ના બનાવને લઈને સફાઈ કામદારોએ સમગ્ર વિસ્તારને ‘બાન’માં લઈ લીધો છે, જેના કારણે કચરાના ઢગલા ઉભા થયા છે અને સમગ્ર શહેર દુર્ગંધથી જનજીવન પ્રભાવિત બન્યું છે.





