BHARUCHBHARUCH CITY / TALUKO
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસીમાં “વુમન્સ અવેરનેસ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને ૧૬ વર્ષ થી સતત પ્રયત્નશીલ રહેતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે તા. ૧૦/૦૯/૨૦૨૫ ના રોજ પી.એસ.આઇ વૈશાલી આહીર મહિલા પોલીસ દ્વારા મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર કાર્યક્રમ યોજાયો. જેમાં પી.એસ.આઇ વૈશાલીબેન આહિર, કોન્સ્ટેબલ જસવંત ભાઈ ખાત તથા વુમન કોન્સ્ટેબલ હીના બેન દલસનિયા તેમજ હેતલ બેન પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તે બદલ લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ફાર્મસીના સ્ટાફ ગણ તેમજ પ્રિન્સીપાલ તથા મેનેજમેન્ટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમથી વિધાર્થીઓ અને ઉપસ્થિત સૌમાં કાનૂની જાગૃતિ તથા સુરક્ષિત જીવન જીવવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.




