
વિજાપુર આશ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કે પી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉ મા શાળા માં રક્ષાબંધન પર્વની શાનદાર ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કે પી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉ મા શાળા માં રક્ષાબંધન પર્વની શાનદાર ઉજવણી તા.17/08/2024ના શનિવાર ના રોજ શાળામાં ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતા ભાઇ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં ભણતી દીકરીઓએ ભાઇઓના ભાલે કુમકુમ તિલક કરી, રક્ષાસૂત્ર બાંધી સાકર ખવડાવી ભાઇઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકમિત્રો દિપ્તીબેન,રીટાબેન તેમજ પ્રશાંત ભાઇએ પ્રાસંગિક વક્તવ્યો તેમજ ઉત્તમ ગીતો રજૂ કર્યા હતાં. આચાર્ય કંદર્પ ભાઇ એ પટેલે વિદ્યાર્થીઓને ભાઇ બહેનનો પવિત્ર પ્રેમ જાળવી રાખવા તેમજ જતન કરવાનું સૂચન કર્યું હતું. કાર્યક્રમ નુ સફળ સંચાલન કિરીટભાઈ પટેલે તેમજ મનીષાબેન ચૌધરીએ કર્યુ હતું.



