MORBI:મોરબી -વાંકાનેરમાંથી કાર અને બાઈકની ચોરી કરનાર ઈસમ ઝડપાયો

MORBI:મોરબી -વાંકાનેરમાંથી કાર અને બાઈકની ચોરી કરનાર ઈસમ ઝડપાયો
મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ભરતભાઈ દેવીદાસભાઈ મેસવાણીયા રહે, ચોકડી, ચરમાળીયા દાદાની જગ્યા પાસે, મફતીયા, ચુડાવાળાને ત્રણ મોટર સાયકલ તથા એક સેન્ટ્રો કાર એમ મળી કુલ કિ રૂ.૨,૪૫,૦૦૦/-ના મુલમાલ સાથે પકડી લીધો છે. આ આરોપીની ધરપકડથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટર સાયકલ ચોરી તથા સેન્ટ્રો કારની ચોરીનો તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનો તથા મોરબીના લધધીરપુર રોડ ઉપરથી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.










