DAHODGUJARAT

દાહોદ તાલુકાની નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ 

તા.૨૪.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ

આજ રોજ ૨૫ મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી પૂરા વિશ્વની અંદર કરવામાં આવે છે ત્યારે દાહોદ ના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ ઉદય ટીલાવત જીલ્લા મેલેરીયા અધિકારી અતીત ડામોર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો ભગીરથ બામણીયા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ નગરાળા ખાતે વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત રેલી યોજવામાં આવી જેમાં મેલેરીયા ડેન્ગ્યુ રોગના ફેલાવો લક્ષણો તેમજ અટકાયતી પગલા સાવચેતી રાખવાની રેલીમાં સૂત્રો દ્વારા લોકોમાં જન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. આજની રેલીમાં સુપરવાઈઝર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશા બહેનો હાજર રહ્યા હતા આપણો તાલુકો મેલેરીયા મુક્ત તાલુકાના સૂત્રોચાર સાથે રેલીને સફળ બનાવી હતી

Back to top button
error: Content is protected !!