BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં જયહિન્દ ખાદી ગ્રામોદ્યોગ સંઘ નો પ્રારંભ થતાં લોકો ગાંધીજયંતી વળતર નો લાભ લઇ શકશે
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર એરોમા હાઈવે સર્કલ નજીક આવેલી હાઈવે બસસ્ટેશન ની બાજુમાં આવેલા પહેલાં જે જગ્યાએ લાઈફ કેર મેડિકલ આવેલ હતી પરંતુ તે ઘણા સમયથી ખાલી પડેલી જગ્યામાં બીજી ઓક્ટોબરે ગાંધીજયંતી નિમિત્તે જય હિન્દ ખાદી ગ્રામોદ્યોગ સંઘ ની બીજી શાખાની શરુઆત કરવામાં આવેલ હતી જેમાં લોકો અત્યારે ખાદી માં 30% વળતર નો લાભ મેળવી રહેલા જોવા મળે છે જ્યાં અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળે છે જેમાં ખાદીના વસ્ત્રો લેગા,ચાદર, ટુવાલ, ડ્રેસ મટીરીયલ, ઓશિકા કવર અને અન્ય ઘણા પ્રકારના ખાદી તથા પોલીવસ્ત્રો ની વેરાયટી જોવા મળે છે અને લોકો વળતર નો લાભ મેળવી રહેલા છે તેવું નરેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.આની મુખ્ય શાખા એગોલા રોડ પર આવેલી જોવા મળે છે.




