જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીના હુમલાને લઈ શહેરા નગર સંપૂર્ણ જડબે સલાક બંધ ….
આતંકવાદી ઘટનાના વિરોધમાં શહેરા નગર અને તાલુકો સ્વયંભૂ સંપૂર્ણપણે બંધ......

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
સમગ્ર દેશ અને દુનિયાની અંદર આંતકવાદીઓનો ઘટનાને લઈને તમામ દેશોએ સખત શબ્દોમાં વખોડ્યું ત્યારે ભારત ભર ની અંદર આતંકવાદી હુમલાને લઈને શહેરા નગરના હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા નાના મોટા વેપારીએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું શહેરા નગરમાં વિવિધ વિસ્તારોમાં વેપારી વર્ગોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા અને દેશ ઉપર વારંવાર આંતકવાદી હુમલા થતા હોવાથી સખત શબ્દોમાં વખોડી કાઢ્યું શહેરા નગરમાં વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન વિસ્તાર મેઈન બજાર હોળી ચકલા વિસ્તાર ગણેશ ચોક સિંધી બજાર સિંધી ચોકડી અણીયાદ ચોકડી શહેરાનગરના હાઇવે રોડ ઉપર તેમજ મુસ્લિમ સમાજમાં નગીના મસ્જિદ હુસેની ચોક જેવા તમામ વિસ્તારોમાં નાના મોટા વેપારીઓએ લારી ગલ્લા તેમજ ફૂટપાટ પર બેસનારા તમામ વેપારી પોતાના ધંધા રોજગાર બંધ પાડી અને આંતકવાદીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે જેના ભાગરૂપે શહેરા નગરના ભાજપ કાર્યાલય ખાતેથી આવેદન સ્વરૂપે રેલી નીકળી હતી અને રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા સાથે રેલી હાઇવે રોડ ઉપર કાઢવામાં આવી હતી અને મામલતદાર કચેરીએ પહોંચી હતી અને શહેરા નગરના મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને રેલીમાં શહેરા તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શહેરાનગરના પ્રમુખ તેમજ મગનભાઈ પટેલિયા તેમજ તાલુકા ના ભાજપ ના કાર્યકર્તાઓ શહેરા નગર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા સરકાર આવા આંતકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરી અને કડકમાં કડક સજા આપે તેવી માંગ પણ કરી હતી અને શહેરાનગરના દરેકે દરેક સમાજના લોકો બજારો બંધ રાખ્યા હતા અને રેલીમાં જોડાયા હતા અને આવેદન પત્ર પણ આપ્યું હતું





