નાનોસણા પ્રાથમિક શાળા ખાતે ટકાઉ વિકાસ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય પર તાલુકા કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
27 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નાનોસણા પ્રાથમિક શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કલાવતીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગયું જેમાં ડૉ. મોંઘજીભાઈ એલ. પટેલ, બીઆરસી કો ઑર્ડિનેટર વડગામ, સરપંચ પ્રવિણભાઈ ચૌહાણ, કિસાન મોરચા પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી, યજમાન આચાર્ય કેશરભાઈ લોહ, તમામ સીઆરસી કો. ઑ.શ્રીઓ તમામ પે. કે. આચાર્યશ્રીઓ, વડગામ તાલુના બાળ વૈજ્ઞાનિકો તેમના માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ગામલોકો, આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો.કુલ પાંચ પેટા વિભાગની થઈ 65 કૃતિઓ વડગામ તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી આવી હતી જેમાંથી દરેક વિભાગમાંથી એક કૃતિ નિર્ણાયક શ્રી દ્વારા પસંદ કરી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં મોકલવામાં આવશે. અંતે આવેલ બાળ વૈજ્ઞાનિકોનું પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.





