
ડેડીયાપાડા વીજળી પડતા ગાય ભેંસ નું ઘટનાસ્થળે મોત નીપજ્યું પોલીસ કાર્યવાહી હાથ ધરી.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/06/2025 – ડેડીયાપાડા વીજળી પડતા ગાય ભેંસ નું ઘટનાસ્થળે મોત નીપજ્યું પોલીસ કાર્યવાહી હાથ ધરી દેડિયાપાડા તાલુકાના બોગજ ગામના બામણીયાભાઈ વસાવાએ પોલીસને જાણ કરી હતી. ઝાડોલી ગામની સીમના જંગલ વિસ્તારમાં લીમડા નીચે બાંધેલી એક સફેદ ગાય અને કાળી ભેંસ પર આકાશી વીજળી પડી હતી. બંને ગભાણ પશુઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
બીજી ઘટના સાગબારા તાલુકાના પાટલામોહ ગામમાં બની હતી. જગદીશભાઈ વસાવાના ખેતરમાં કપાસ રોપવા માટે બળદથી ખેડાણ ચાલી રહ્યું હતું. સવારે અગિયારેક વાગ્યે એક બળદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના થાંભલાના અર્થિંગ વાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો. બળદનું ઘટનાસ્થળે મોત થયું હતું. દેડિયાપાડા અને સાગબારા પોલીસે બંને ઘટનાઓની નોંધ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાઓએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.દેડિયાપાડા અને સાગબારા પોલીસે બંને ઘટનાઓની નોંધ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે



