
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગાંધીનગરથી સાહેબ બોલું,નાસ્તો અને પસૃતી યોજનાના મળતા લાભના રૂપિયા ચૂકવાનું કરવાના કહી 43 હજાર સાયબર ફોર્ડનો શિકાર બન્યો યુવક
અરવલ્લી: આંગણવાડી કાર્યકરના પાપે લાભાર્થી રૂ.43 હજાર સાયબર ફ્રોડની શિકાર બન્યો
અરવલ્લીના જિલ્લાના મેઘરજ તાલુકાના વાંકાટીંબા આંગણવાડી-નં 2 ની લાભાર્થી સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાની ઘટના સામે આવી છે.
આંગણવાડી કાર્યકર બહેનને ગાંધીનગરથી ફોન પર સાહેબની ઓળખ આપી યોજના ના રૂપિયા ખાતામાં જમા થયા છે કે નહીં,એમ કહેતા આંગણવાડી કાર્યકરે ફોન પર લાભાર્થીને કોન્ફરન્સ માં લઈ સગર્ભા મહિલાને નાસ્તો અને પસૃતી યોજનાના મળતા લાભના રૂપિયા ચૂકવાનું કરવાના નામે લાભાર્થીને ભરમાવી,લાભાર્થીનો ગૂગલ પે બેન્ક એકાઉન્ટ નંબર મેળવી લઈ અલગ અલગ રીતે કુલ રૂ.43,599 ની સાયબર ફ્રોડને અજાણ્યા શખ્સે અંજામ આપતા,ભોગબનાર લાભાર્થીએ ઇસરી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.વધુમાં ભોગ બનનાર એ સાઇબર ક્રાઇમ 1930 ટોલ ફ્રી નંબર પર ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી




