GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
સ્વાઈન ફ્લૂના મૃત્યુમાં ગુજરાત રાજ્ય દેશમાં ત્રીજા સ્થાને
ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા કરતાં પણ સ્વાઈન ફ્લૂ વધારે ઘાતક પુરવાર થઈ રહ્યો છે. ડેન્ગ્યુ-મેલેરિયાથી આ વર્ષે માત્ર એક મોત થયું છે, જ્યારે સ્વાઈન ફ્લૂતી 28 વ્યક્તિ જીવ ગુમાવી ચૂક્યા છે

સમગ્ર દેશમાં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન સ્વાઈન ફલૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં પંજાબ 41 સાથે મોખરે, કેરળ 34 સાથે બીજા સ્થાને, ગુજરાત ત્રીજા, હરિયાણા 26 સાથે ચોથા જ્યારે મહારાષ્ટ્ર 19 સાથે પાંચમા સ્થાને છે. બીજી તરફ કેરળમાં સ્વાઈન ફલૂના સૌથી વધુ 1731 કેસ નોંધાયા છે. સ્વાઈન ફલૂના સૌથી વધુ કેસમાં દિલ્હી 1637 સાતે બીજા, ગુજરાત ત્રીજા, રાજસ્થાન 1014 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 945 સાથે પાંચમા સ્થાને છે.
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ
| વર્ષ | કેસ | મૃત્યુ |
| 2018 | 2164 | 97 |
| 2019 | 4844 | 151 |
| 2020 | 55 | 2 |
| 2021 | 33 | 2 |
| 2022 | 2174 | 71 |
| 2023 | 212 | 3 |
| 2024 | 1093 | 28 |
| કુલ | 10,575 | 358 |




