NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી નગરપાલિકાએ શહેરના 40 જેટલા માલિકોને બાંધકામની તપાસ માટે નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક તપાસ શરુ કરવામાં આવી છે  શંકાસ્પદ જણાતા 40 જેટલા બાંધકામ માલિકોને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવતા મિલકત માલિકો સહિત બિન પરવાનગીથી બાંધકામ કરનારા કોન્ટ્રેક્ટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી ની સૂચનાથી બિન પરવાનગીના ગેરકાયદેસર બાંધકામોની તપાસ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી નવસારી શહેરના  વોર્ડન.1 થી 12 અને એરુ, ધરગીરી, તીઘરા જેવા વિસ્તારોમાંથી કુલ 40 જેટલા શંકાસ્પદ બાંધકામોના યાદી બનાવી માલિકોને સાત દિવસની અંદર જરૂરી દસ્તાવેજો સહિત હાજર થવા માટેની નોટિસ આપવામાં આવી છે. જો કોઈ માલિક આ સમયગાળા દરમિયાન પોતાના બાંધકામના અધિકૃત હોવાના પુરાવા પેશ કરવામાં નિષ્ફળ રહેશે તો મહાનગરપાલિકા દ્વારા તપાસ કાર્યવાહી કરી તે બાંધકામોને સીલ કરવામાં આવશે. અથવા ડિમોલિશન કરી દૂર કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!